શહેર આતાભાઈ ચોક જોગર્સ પાર્ક પાસેથી ઈંગ્લીશ દારૂ સ્કુટર પર લઈ પસાર થઈ રહેલ વિકલાંગને ઘોઘારોડ પોલીસે બાતમી રાહે વોચમાં રહી ઝડપી લીધો હતો.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.ઇશરાણી તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા હેડ કોન્સ વાય.એન.જાડેજા તથા પો.કોન્સ કિર્તીસિંહ રાણા તથા ફારૂકભાઇ મહિડા તથા ખેંગારસિંહ ગોહિલ, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ , સાગરદાન લાંગડીયા વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ખેગારસિંહ ગોહિલની બાતમી આધારે ભાવનગર આડોડીયાવાસમાં રહેતો સંજયભાઇ પ્રકાશભાઇ પરમાર વાળો પોતાની એક એકટીવા ટ્રાઇસીકલ મો.સા નં . જી.જે.૦૪. સી.કયુ. ૬૯૮૫ માં આતાભાઇ ચોક જોગસ પાર્ક પાસે લઇને આવતા આગળના ભાગે બે થેલા ભરેલ ઇગ્લીશ દારૂ નંગ-૩૬ કિ.રૂા.૧૦,૮૦૦/- તથા એકટીવા મો.સા ની કિ.રૂા.૩૫,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫,૦૦૦/- ગણી એમ કુલ કિ.રૂા.૫૦,૮૦૦/- નો મુદામાલ સાથે સંજયભાઇ પ્રકાશભાઇ પરમાર જાતે આડોડીયા ઉવ.૨૫ રહે.આડોડીયાવાસ તિલકનગર મેલડીમાંના મંદિર સામે ભાવનગરવાળો મળી આવેલ હોય જેથી તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે.