આજે તા. ૧ સપ્ટેમ્બરનાં રોજ સંસદીય સચિવ વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના ત્રીજા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો તાલુકાનાં ભુંભલી ગામે થી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અગાઉ યોજાયેલાં બીજા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ચાર લાખથી વધુ અરજીઓનો નિકાલ કરાયો હતો. ભુંભલી ગામે ત્રીજા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોને ઘેર બેઠા આવકના, જાતિના દાખલા,વિધવા સહાય, વ્રુદ્ધ સહાયના મંજુરીપત્રો સ્થળ પર મળશે. તેમણે તા. ૨૦થી ૨૨ સપ્ટેમ્બર સુધી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજાવાનું જણાવી જરૂરિયાતમંદ ગરીબોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં દવેનાં હસ્તે લાભાર્થીઓને સીનીયર સીટીઝનના પ્રમાણપત્રો, અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બી.એન.ખેરએ જણાવ્યું હતું કે આજે ભુંભલી ગામે કુમાર શાળા ખાતે ભુંભલી, તરસમિયા, માલણકા, સીદસર, રૂવા, અકવાડા, શામપરા(સી), શેઢાવદર, રામપર, સુરકા, ભુતેશ્વર એમ કુલ ૧૧ ગામોનો સમાવેશ કરી અને તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે તેમાં આ ગામના લોકોને આવક, જાતિ, નોન ક્રિમિલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો સહિતની કુલ ૫૬ પ્રકારની સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે તેથી લોકોનો સમય શક્તિ અને નાણા બચશેજિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશીએ જણાવ્યું હતું કે બીજા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લાની ચાર લાખથી વધુ અરજીઓનો નિકાલ કરાયો હતો અને આ કામગીરીની રાજ્ય સરકારે નોંધ લીધી હતી.આજે ત્રીજા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી કેમ્પ રાખી લોકોને આરોગ્યની સેવા મળવાની સાથે સાથે સ્વાઈન ફ્લુની સામે રક્ષણ અર્થે આયુર્વેદિક ઉકાળા પીવડાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગ્રામ્ય મામલતદાર સંપટ, ટી. ડી. ઓ અધિકારી, નાયબ મામલતદાર ચાંદલ્યા, સરપંચ જયસુખભાઈ, તલાટીઓ, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, વિધાર્થીઓ તથા અરજદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.