ભગવાન જગન્નાથજી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ

1355

શહેરમાં ભગવાન જગન્નાથજીની શરૂ થઈ ચુક્યુ છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષા જવાનોએ પોતાની પોજીશન સંભાફ્રી લીધી છે. પોલીસ દ્વારા આજે સમગ્ર રૂટ ઉપર ફલેગ માર્ચ કરી હતી જ્યારે જવાનોને બંદોબસ્ત અંગે માર્ગદર્શન અપાયુ હતું.

શહેરના આંગણે તા.૧૪-૭ને શનિવારના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા સંદર્ભે રથયાત્રા મહોેત્સવ કમિટી, જિલ્લપા પોલીસ તંત્ર સહિત અન્ય તંત્ર દ્વારા મોટા ભાગની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજરોજ રથયાત્રાના રૂટ પર તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગ તથા વન વિબાગએ સાથે મફ્રી બાધારૂપ વૃક્ષોની ડાફ્રીઓ હટાવી હતી તો બીજી તરફ એસ્ટેટ વિભાગ દ્વારા બાધા અડચણ સમા હોર્ડીંગ, તથા અન્ય દબાણો હટાવપ્યા હતા પોલીસ તંત્ર તથા અન્ય સુરક્ષા જવાનો દ્વારા શહેરમાં ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. તમામ વાહનો સાથે પોલીસ જવાનો, ફોર્સ સહિતે સમગ્ર રૂટમાં ફલેગમાર્ચ કરી હતી.

આ ઉપરાંત નિજ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, તથા બફ્રભદ્રજીની આંખો પર પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ રથયાત્રા મહોત્સવ કમિટીના સભ્યોની ઉપસ્થિતીમાં યોજવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામના આંઘો પર બાંધવામાં આવેલ આ પાટા રથયાત્રાના દિવસે પ્રાંતઃ પૂજા સમયે ખોલવામાં આવશે તો બીજી તરફ ભાવનગર શહેરમાં રથયાત્રા સંદર્ભે બંદોબસ્ત અર્થ આવેલ પોલીસ જવાનો માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અક્ષરવાડી ખાતે માર્ગદર્શન મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા એસ.પી. માલએ તમામ પોલીસ જવાનોને સુરક્ષા વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. આ ઉપરાંત એલ.સી.બી. એસ.ઓ.જી. તથા આર.આર.સેલ ટીમના જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ કર્યુ હતું. તથા રથયાત્રા મહોત્સવ સમિતી દ્વારા પણ મહત્વ પૂર્ણ તમામ કામગીરીઓ આટોપી લેવામાં આવી છે. ભગવાનનો રથ તથા અન્ય વાહનોની ચકાસણી પણ કરવામાં આવી હતી.

Previous articleજોગર્સ પાર્ક પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે વિકલાંગ ઝડપાયો
Next articleએરપોર્ટ પર પ્લેન હાઈજેકની મોકડ્રીલ