એરપોર્ટ પર પ્લેન હાઈજેકની મોકડ્રીલ

1865

આજે તા. ૧૨ જુલાઈના રોજ ભાવનગરના એરપોર્ટ પર પ્લેન હાઈજેક અંતર્ગત મોકડ્રીલ નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસની ઉપસ્થિતિમાં  યોજાયુ હતું.

આ મોકડ્રીલ સંદર્ભે પ્લેન હાઈજેક થતાં પ્લેનના  પાયલોટ દ્વારા કન્ટ્રોલ રૂમને કોડવર્ડ થકી જાણ કરવામા આવી હતી કન્ટ્રોલ રૂમ દ્વારા જિલ્લા કલેકટર, ફાયરબ્રીગેડ, હોસ્પિટલ ને જાણ કરાઈ હતી સરકારમાં જાણ કરાયા બાદ વિમાન હાઈજેક કરનારા ને પકડવા તેમજ યાત્રિકોની સુરક્ષા હેતુ કમાન્ડો એ પોઝીશન લઈ લીધી હતી એમ્બ્યુલન્સ મારફતે બીમાર પ્રવાસીને તબીબી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી,ફાયરબ્રીગેડ ની ટીમ ખડે પગે  તૈયાર હતી.  એરપોર્ટ પરના હોલમાં વિશાળ પડદા પર મોકડ્રીલ બાબતે એક બેઠક યોજી અને  જાણકારી આપવામા આવી હતી.

પ્લેન હાઈજેક થાય તે સંજોગોમાં એરોડ્રામ કમિટી, સેન્ટ્ર્‌લ કમિટી, કોશાહ, સી સી એસ તાત્કાલિક અસરથી વ્યુહાત્મક પગલા લેવા સક્રિય થઈ અને બનાવ ને નાથવાનો એક્શન પ્લાન બનાવી તે પ્લાન ને સફળતાપુર્વક પાર પાડતી હોય છે આ કામગીરીમાં સીઆઈએસએફ, ફાયર, એટીસી, સીએનએસ, સીટી પોલીસ અને રાજ્યની અન્ય ઓથોરીટી મહત્વપુર્ણ ભાગ ભજવતી હોય છે.

આ બેઠકમા એરપોર્ટ ઓથોરીટીના ડીરેકટર સુધા આર. મુરલી તથા સરકાર, વિજય લવતુકા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ચૌધરી તેમજ સંબંધિત કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleભગવાન જગન્નાથજી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ
Next articleતળાજા પંથકમાં મેઘો મહેરબાન : પ ઈંચ ધોધમાર વરસાદ