મંદિરમાં કોણ છેપરાજા રણછોડ છેપજય રણછોડ માખણ ચોરના નાદ આજે પાટનગરના રાજમાર્ગો ઉપર સાંભળવા મળશે. શહેરમા રથયાત્રાની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. વર્ષ ૧૯૮૫થી પાટનગરમાં આરંભ કરવામાં આવેલી રથયાત્રા ચાલુ વર્ષે ભગવાન ૩૪મી વખત નગર ચર્યાએ નિકળશે. ભક્તો માટે સેક્ટર ૨૯ જલારામ મંદિરમાં મોસાળામાં તૈયારી પુરી કરી દેવાઇ છે. પરંપરાગત રીતે પીરસાતા માલપુવાની જગ્યાએ ૭૦૦ કીલો શુદ્ધ ઘીનો મોહનથાળ પીરસાશે.
ગાંધીનગરમાં ભગવાન જગન્નાથને આવતીકાલે શનિવારે શહેરના માર્ગો ઉપર ફેરવવામાં આવશે. ખૂદ ભગવાન ભક્તો પાસે જઇને દર્શન આપશે. ત્યારે રથ હાકનાર ખલાસીઓ, વિવિધ કરતબ કરતા યુવાનો, ટેબ્લો અને હાથી, ઘોડા સાથે પાટનગરમાં થોડા ફેરફારને બાદ કરતા પરંપરાગત રૂટ પર ભગવાનની યાત્રા નિકળશે.
રથયાત્રામા જોડાનાર ભક્તો માટે સેક્ટર ૨૯માં મોસાળુ કરાય છે. ત્યારે મોસાળામાં ૮ હજાર ભકતોને મોહનથાળ, ખીચડી, બટાટાનુ શાક અને છાશ પીરસાશે. જલારામ મંદિરે ૮ હજાર ભક્તોનો પ્રસાદ બનાવાશે. જેમાં ૭૦૦ કીલો, મોહનથાળ, ખીચડી, ૨ હજાર લીટર છાશ, ૬૦૦ કીલો બટાટાનુ શાક પીરસાશે. જ્યારે મીનરલ વોટરની સુવિધા પુરી પાડવામાં આવશે. ત્યારે મોસાળામાં તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી દેવાઇ છે.
સવારે ૭ કલાકે પંચદેવ મંદિરેથી પરંપરાગત રૂટ ઉપર રથયાત્રાને ફેરવામા આવશે. જેમાં શહેરના અગ્રણીઓ, નાગરિકો અને ભાવિકભક્તો યાત્રામાં જોડાશે અને મંદિરમાં કોણ છે.. રાજા રણછોડ છે સહિતના સૂત્રો પોકારશે.