બાબરીયા વાડમાં સાત ઈંચ વરસાદ દેવકા ગામનો જોલાપરી પુલ તુટ્યો

1557

બાબરીયાવાડને ધરતી ધણી મેઘરાજાએ ઘમરોળ્યુ કડાકા ભડાકા વગર મુશળધાર ૬ થી ૭ ઈંચ ખાબકતા ધાતરવડી ૧-૨ છલકાયા રાઈડી ડેમ ઓવરફલો રાજુલાના દેવકા, કુંભારીના સ્ટેટ હાઈવેનો જોલાપરી નદી પરનો પુલ તુટયો વાહન વ્યવહાર બંધ થયા છે.

બાબરીયાવાડને મેઘરાજાએ ઘમરોળી નાખ્યુ ગત રાત્રીએથી ૬ થી ૭ ઈંચ ખાબકતા અનેક નદીનાળા તેમજ ધાતરવડી ૧, ધાતરવડી ખાખબાઈ-૨ ડેમ છલકાયા તેમજ નાગેક્ષીની રાયડી નદી પરનો રાયડી ડેમ ઓવરફલો થતા તંત્રમાં દોડથામ તેમજ રાજુલાથી ડુંગર જતા દેવકા કંભારીયાથી પસાર થતી અને જેનું ઉત્પત્તી સ્થાન ‘મોટીવડાળ’ અને ‘મોદા’ છે તેવી નદીપર જોલાપર ગામના નદી પર થી જ પડેલ હોય તે જોલાપરી નદીનો પુલ પરથી ઘસમતા પાણી આવતા પુલને તોડી દરીયા ભેગો ભંગાર નાખ્યો જેનાથી રાજુલા મહુવા ભાવનગર રોડ સદંતર બંધ કરી દેવાયો વાહન માત્રને ફરી ફરી વાયા વીકટર થી જ રાજુલા મહુવા કે ડુંગર માંડળ જવા મજબુર કર્યા તેમજ તંત્ર દ્વારા ધાતરવડી અને રાયડી ડેમ નચી આવતા ગામોને સંતર્ક કરાયા જરૂર પડ્યે ડેમની વીસલ વાગે ત્યારે સલામત સ્થળોએ ખસી જવા ડેપ્યુટી કલેકટર ડાભી વાકેફ કરાયા તેમજ ડાભી દ્વારા તંત્રને પણ કડક સુચનાો અપાઈ કે કોઈપણ અધિકારીઓએ રજા ઉપર જવુ નહી અને ગયા હોય તેને પણ બોલાવી ફરજ પર રખાયા તેમજ દેવકા ગામનો જોલાપરી પુલ તુટયો.

Previous articleધ્રુપદ શૈલીના પ્રચાર હેતુ વિદેશ પ્રવાસે ચિંતન ઉપાધ્યાય
Next articleરેલ્વેના નાળામાં પાણી ભરાતા ઉચૈયા ગામ વિખુટુ પડી ગયુ