નંદકુંવરબા મહિલા કોલેજમાં ડો. ભાવેશ જાનીનું વ્યાખ્યાન

1319

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.કો.મની. પ્રથમ વર્ષની વીદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ  યોજાયો હતો. જેમાં, ડે. રજીસ્ટરાર ડો. ભાવેશભાઈ જાનીનું જીવનમાં શિક્ષણનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, તેમને  હાલમાં સમયમાં વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્વ કેટલું છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષણ હોય તો કઈ રીતે કામમાં આવશે ?

મનુષ્યના જીવનમાં એજયુકેશન વગર એક ક્ષણમાં કેવા કેવા બનાવો બનતા હોય છે, અને જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં જીવનમાં શિક્ષણ ન હોય તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.  આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરી નાની નાની બાબતોનો ખ્યાલ રાખી જીવનમાં તેનો સમયસર અમલ કરવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભણતરઅને મનુષ્યના જીવનનું એક વિભિન્ન અંગ છે. અને તે સમાજમાં કેવો ભાગ ભજવે છે ? વિદ્યાર્થી તેના જીવનમાં સમયસર એજયુકેશન ન મેળવી શકે તો ભવિષ્યમાં સમાજમાં તેનુ સ્થાન  કયાં હોય છે ? તેવી વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleરેલ્વેના નાળામાં પાણી ભરાતા ઉચૈયા ગામ વિખુટુ પડી ગયુ
Next articleગુજરાત સહિત અન્ય ત્રણ રાજયોની શાળાઓમાં પેયજળ અને સ્વછતા કાર્યક્રમનો થયેલો શુભારંભ