ગામની પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણી અને સ્વછતા સબંધી માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથે સાથે બાળકોમા સ્વછતા ને લગતી સુટેવો વિકસે એ માટે ગુજરાત ના દરિયાઈ કાંઠાના વિસ્તારોના જિલ્લાઓમાં ટાટા ટ્રસ્ટ ના સહકાર થી કોસ્ટલ સેલિનીટી પ્રિવેન્શન સેલ દ્વારા ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના ૯૦ ગામોમાં કામગીરી કરવા માં આવી રહી છે, જે પૈકી ૨૪ શાળાઑ માં ભારત સરકાર ની હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના સહયોગ થી પીવાના પાણી તથા સ્વ્ચ્છતા સબંધી કામગીરી કરવામાં આવી રહી છે, જે અન્યવે આજ રોજ તળાજા તાલુકાના સખવદર ગામે પ્રાથમિક શાળામાં ગ્રામ જનોની ઉપસ્થિતિ માં મુંબઈ થી વિડીયો કોન્ફરન્સ દ્વારા એચ.પી.સી.એલ અને ટાટા ટ્રસ્ટ ના અધિકારીઑ દ્વારા “સ્વછતા બુકલેટ” ના વિમોચન થી કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના માંડવી, રાજુલા, મીઠપૂર, તળાજા, તથા દાહોદ સાથે ના ૫ સેન્ટરો ઉપરાંત દેશમાં જારખંડ,ઉતરાખંડ તથા કર્ણાટક રાજ્યોમાં પણ આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.
સખવદર ગામે કાર્યક્રમ તળાજા તાલુકા કેળવણી નિરીક્ષક,કેન્દ્રવર્તી શાળાના આચાર્ય, સી.એસ.પી.સી. અમદાવાદ ના ઉદય ગાયકવાડ, તળાજા તાલુકા ક્લસ્ટર મેનેજર કેશુભાઈ કોઠારીયા તથા ગામના સરપંચ વર્ષાબેન ગાંગાણી, પંચાયત ના હોદેદારો,શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રૂપાભાઇ તથા બહોળી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો એ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ તકે શાળાના બાળકોએ સ્વ્છતા સંબંધી નાટક,ગીતો,સૂત્રો વગેરેની પ્રસ્તુતી પણ રજૂ કરી હતી. સરપંચ એ સી.એસ.પી.સી. ના અધિકારીઓ તથા સંસ્થાના પ્રયાસોને અભિનંદન પાઠવી કામગીરીને બિરદાવી હતી.