ઉજજૈનથી ગુમ થયેલી મહિલાને અમરેલી ૧૮૧ અભિયમ્‌ પરિવાર સાથે મેળવાઈ

1072

અમરેલી રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી મહિલા છો મદદની જરૂર છે. તેવો ૧૮૧માં ફોન રેલ્વે સ્ટેશન માસ્તરે જાણ કરેલ તુરત જ ૧૮૧ના ફરજ પરના કાઉન્સેલર બ્લ્ચ રોબિનાબેન ડબલ્યુપીસી અલ્પાબેન અને પાયલોટ દિવ્યેશભાઈ તે મહિલા સુધી પહોંચ્યા કાઉન્સેલર રોબિનાબેનએ મહિલા સાથે કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ તે મહિલા ગુજરાતના ન હોવાથી ગુજરાત ભાષા સમજતા ન હતા તેમની સાથે હિન્દીભ ાષામાં વાત કરતા જાણવા મળેલ કે તેઓ ઉજજૈનના છે અને ઘરેથી નિકળી ગયેલા છે. તેઓ સાથે વાત-ચિત કરતા એવુ લાગેલ કે તેઓની માનસિક સ્થિતિ બરાબર નથી તેથી તેઓ જવાબ આપી શકે તેવી રીતે થોડી વાતો કરી તેઓ પાસેથી માહિતી મેળવવામાં આવેલ અને જે માહિતી જાણવા મળેલ તે માહિતીને સોશ્યલ મીડિયાની મદદથી જાણવા મળેલ કે આ મહિલા મધ્યપ્રદેશના ઉજજૈન શહેરના વાતની છે અને તેઓ ઉજજૈનથી ર૧-પ-ર૦૧૮ના રોજ ઘરેથી નિકળી ગયેલા છે. તેવી ગુમની ફરિયાદ ઉજજૈનના મહાકાલ પોલીસ સ્ટેશનમાં રર-પ-ર૦૧૮ના ફરિયાદ નોંધવામાં આવેલ છે.  આમ સોશ્યિલ મીડિયાની મદદથી એક મહિના પછી ફરી આ મહિલાના પરિવારને જાણ કરી અને તા. ૧૦-૭-ર૦૧૮ના રોજ તેમના બે ભાઈ અને પતીને સહી સલામત રીતે સોપવામાં આવેલ છે. આમ ૧૮૧ દ્વારા અજાણી માનસિક અસ્થિર મહિલાની સાથે કોઈ અણબનાવ બને તે પહેલા સલામત સ્થળે મહિલા વિકાસ ગૃહમાં રાખી પરિવારને ગોતી સહી સલામત રીતે સોંપવામાં આવેલ છે. જે ૧૮૧ની એક આગવી અને સહરાનીય કામગીરી છે. જે જોઈ ૧૮૧ના કાઉન્સેલર શેલીના બ્લ્ચને પોલીસ સ્ટાપ મહિલાનો પરિવાર અને ૧૮૧ અભયમ્‌ના પ્રવજેકટ કો-ઓડિનેટર તુષારભાઈ બાવરવાએ શુભકામનાઓ આપેલ.

Previous articleગુજરાત સહિત અન્ય ત્રણ રાજયોની શાળાઓમાં પેયજળ અને સ્વછતા કાર્યક્રમનો થયેલો શુભારંભ
Next articleજાફરાબાદના વઢેરા રોડ પર ગોળાઈમાં કારએ પલ્ટી ખાધી