પાલિતાણા ન.પાં.માં રહેમ રાહે વારસદારને ફીકસ પગારે નોકરી અપાતા હર્ષની લાગણી

1866

ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ સફાઈ કામદાર સેલના સહ કન્વીનર અશોકભાઈ બી વેગડ (વિલિયમ) દ્વારા પાલીતાણા નગર પાલિકાના ચીફ ઓફિસરને રેહમરાહે નોકરીની પરિપત્ર મુજબ રજુઆત કરતા  પા. નગરપાલિકા ના સફાઈ કામદાર દેવાયતભાઈ રણછોડ ભાઇ ડોડીયાનુ ચાલુ ફરજ દરમિયાન અવસાન થતાં  તેના સીધી લીટીના વારસદાર મનહરભાઇ ડી. ડોડીયાને પાલીતાણા નગર પાલિકાના પ્રમુખએ સામાન્ય સભામાં રેહમરાહે નોકરી માટે નિમણૂંક કરવાનો ઠરાવ સર્વાનુમતે કરીને આજ રોજ તા.૧૨/૦૭/૨૦૧૮ ના રોજ સાંજના ૪ઃ૧૫ કલાકે પ઼મુખની ચેમ્બરમાં પ઼મુખ જયપાલ સિંહ ઞોહિલ, ચીફ ઓફિસર જે. આર. દવે તેમજ શહેર ભાજપ પ્રમુખ નિતીનભાઈ ચૌહાણ, નગર સેવક ઓમદેવ સિંહ સરવૈયા તથા વાલ્મીકિ સમાજના આગેવાન અશોકભાઈ વેગડ તથા પાલીતાણાના  સતિષભાઈ એન. ડોડીયા અને મનોજભાઈ એમ. ડોડીયા આ તમામ ની હાજરીમા મનહરભાઈ દેવાયતભાઈ ડોડીયાને ફિક્સ પગારમા સફાઈ કામદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેથી પાલીતાણા વાલ્મીકિ સમાજ  હર્ષ ની લાગણી અનુભવે છે.

Previous articleબોટાદમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો ૧૬મીથી પ્રારંભ
Next articleપત્નીએ શારીરિક સુખની ના પાડતા સાવકા પીતાએ પુત્રી પર નજર બગાડી