સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ૪ર ઠરાવો મંજૂર

1169

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં ૪ર જેટલા ઠરાવો પોણો કલાક ચાલેલ બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે પાસ થવા પામેલ. બેઠકમાં કમિ.ગાંધી, નાય.કમિ.ગોવાણી, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે હાજર રહ્યા હતા.

આજની બેઠક સમયસર શરૂ થઈ અને ગણતરીના સમયમાંજ પુરી કરી દેવાય હતી. બાકડા મુદ્દે ઈટેન્ડરની વાત કરાય હતી. આજની બેઠકમાં ખાસ કરીને કમિટીના પૂર્વ ચેરમેન સભ્ય અભયસિંહ ચૌહાણ, કુમારભાઈ શાહ, રાજુભાઈ પંડયા, અલ્પેશ વોરા, કિર્તીબેન દાણીધારીયા, ધીરૂભાઈ ધામેલીયાએ કેટલાંક ઠરાવો પ્રશ્ને કેટલાંક પ્રશ્નો પુછીને તંત્ર પાસેથી સ્પષ્ટતાઓ માંગી હતી, ચેરમેનએ પણ સભ્યોના જવાબો દેવા તંત્રને જણાવેલ. આ બેઠકમાં રોડ રસ્તાના કામો, ટેન્ડર પ્રક્રિયા, એજન્સીઓની કામગીરી અને હકિકતો જાહેર થવાના ઠરાવોનો સમાવેશ થતો હતો.

ખાસ કરીને આજની બેઠકમાં અભયસિંહ ચૌહાણે ઠરાવો બાબતે કેટલાંક મહત્વના પ્રશ્નોની તંત્રને પુછપરછ કરી હતી, આ સવાલોમાં અન્ય સભ્યોએ સુર પુરાવ્યો હતો.

મળેલી આ બેઠક હળવાશભરી બની રહી હતી અને અનય ઠરાવો પાસ પાસ પાસની આલબેલ પોકારી બધાજ ઠરાવો સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા. કારોબારી કમિટીમાં ખાસ કોઈ પ્રશ્નો અંગે વહિવટી તંત્ર સાથે ચકમક ઝરી નોતી આમ બેઠકમાં સભ્યોના પ્રશ્નો છતા બેઠક ઠંડકભરી સ્થિતીમાં પુર્ણ કરાય હતી.

 

સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં સભ્યોના મહત્વના પ્રશ્નો

– શહેરમાં એકત્ર થતો કચરો ઉપાડવાની શું વ્યવસ્થાઓ છે – અભયસિંહ ચૌહાણ

– કચરો ઉપાડવાની તંત્ર દ્વારા કામગીરી થાય છે – તંત્ર

– બાકડાઓની કવોલીટીમાં દ્યણો ફેરફાર છે – કિર્તીબેન દાણીધારીયા

– વર્ષ દાડે રૂા.રપ લાખ ઉપરાંતના બાકડા થતા હોય છે

– ટેન્ડર પ્રક્રિયા શું, બાકડાની ખરીદી ઓન લાઈનથી થાય છે કે કેમ

– ઓન લાઈન કાર્યવાહી કેમ થતી નથી

– એક બાકડે મોટા ફેર તફાવતા જોવા મળે છે

–  આ ખરીદી માટે ઓન લાઈન કેમ પ્રક્રિયા નથી

– ચેરમેન સાહેબ પરિસ્થતીમાં બદલાવ લાવો

– હમણા શિક્ષણ સમિતિ ખરીદીની વાત આવે આવે છે

– રપ લાખ જેવુ મોટુ ટન ઓવર છે – અભયસિંહ ચૌહાણ

– ઓડીટોરીયમાં સ્વચ્છતાઓ જળવાય છે – ધીરૂભાઈ ધામેલીયા

– આરસીસી રોડના કામો ત્રણ ચાર જેટલી એજન્સીઓને જ અપાય છે – કુમાર શાહ

– મે તંત્રને બબ્બે વખત પત્રો લખ્યાને બે માસ થયા મને જવાબ મળતો નથી – અલ્પેશ વોરા

– સ્ટેન્ડીગ કમિટી મેમ્બર બબ્બે મહિનાથી પત્ર લખે તંત્ર તેને જવાબ ન આપે આને તો ગંભીર બાબત કેવાય – રાજુભાઈ પંડયા

– હવે અમે જવાબ દઈશું – તંત્ર

– નોકરીમાંથી નિવૃતિ પછી કામે રખાય તેના નિયમો છે ખરા – અભયસિંહ ચૌહાણ

– કમિશ્નરને છ મહિના સુધીના પાવર છે – તંત્ર

– બાકડા તુટેલા જેવી સ્થિતી હોય છે – કુમાર શાહ

– શૌચાલય એજન્સીની કામગીરી સંતોષકાર નથી – રાજુભાઈ પંડયા

– બાકડાઓના પ્રશ્નોની ચર્ચામાં તંત્રે જવાબ દિધો કે, હવે ઈટેન્ડર કરશુ અને ઠરાવ પાસ થયો

Previous articleપત્નીએ શારીરિક સુખની ના પાડતા સાવકા પીતાએ પુત્રી પર નજર બગાડી
Next articleઢસામાં તમાકુ નિયંત્રણ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ – ૧પ વેપારીઓ દંડાયા