સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માન.ક્લેકટર્રની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.
તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું સધન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક ના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભાવિન.કે વાગડીયા ના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા તા ૧૨/૭/૨૦૧૮ના રોજ ઢસાની મુખ્ય બજાર માર્ગ પર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ કુલ ૨૧ દુકાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૫ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૩૬૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ હતો. આ કામગીરીમાં તાલુકા સુંપરવાઇઝર જી. ડી.ભીલ,એસ.ટી.ડેપો મેનેજર પ્રજ્ઞાબેન વ્યાસ,પોલીશ વિભાગના અધિકારી પી.એસ.આઈ.એ.પી.સલેયા,હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકાંત ગોહેલ,ડબ્લ્યુ.પી.સી.રવીંનાંબેન સોલંકી, જીલ્લા કેર ટેકર પી.એમ.પટેલ, મેડીકલ ઓફિસર રિદ્ધિબેન જાદવ,સામાજિક કાર્યકર ગૌતમભાઇ વંડરા દ્વારા આ કામગીરી કરવામાં આવેલ.