રાણપુરમાં વરસાદ થોડોને ગારો જાજો ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજ્ય

1886

બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા ૨૪ ક્લાક માં અંદાજે અડધો ઈંચ જેટલા વરસાદે રાણપુર માં કાદવ કીચડ નુ સામ્રાજ્ય ઉભુ કરી દીધુ છે થોડા વરસાદમાં જ બસ સ્ટેન્ડ થી લઈને ધોળા પુલ સુધીમાં ચાર થી પાંચ ઈંચના મોટા ભુવા પડી ગયા છે અને રોડ ઉપરથી કપચા બહાર દેખાવા લાગીને ખાડા ભરાઈ ગયા છે બાકી હોય તેમ રાણપુર ગ્રામ પંચાયતે રસ્તા ઉપર રેતીનુ ચોળીયુ નખાવતા દરોજ ના કેટલાય વાહનો સ્લીપ ખાઈ જાય છે  અને લોકો ઠેર ઠેર વાહન સાથે ફસાઈ જાય છે થોડા વરસાદે ગંદકી ફેલાતા ખાડા ખાબોચીયા ભરાઈ રહેતા મચ્છર જન્ય ઉપદ્વવ ઉભો થયો છે

આ અંગે જોઈએ તો પોલીસ સ્ટેશન થી બસ સ્ટેન્ડ સુધીમાં પાંચ મોટી સ્કુલો ત્રણ મોટી બેન્કો આવેલી છે થોડા સમય પહેલા જ રસ્તા ઉપર પડેલા ખાડા ને થિગડા મારવામાં આવ્યા હતા પણ બે ત્રણ દિવસમાં પાછા હતા તેના કરતા વધુ મોટા ખાડા પડી ગયેલા છે રસ્તા ઉપર વરસાદ નુ પાણી ખાડા માં ભર્યુ રહેતુ હોય કોઈ વાહન ચાલકો ખાડા માં પડે છે અને ઈજાઓ ની સાથે વાહનોને પણ નુકશાન થાય છે આમ થોડા વરસેલ મેહુલીયાએ રાણપુરને ગંદકીનગર અને ખાડાનગર માં ફેરવી નાખેલ છે.

Previous articleઢસામાં તમાકુ નિયંત્રણ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ – ૧પ વેપારીઓ દંડાયા
Next articleનવા વરાયેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પાણી પ્રશ્ને રાણપુરની મુલાકાતે