રાજુલા પંથકના વિક્ટર .દાતરડી .ચાંચ બંદર .ડુંગર સહિત ના વિસ્તાર માં સત્તત છઠ્ઠા દિવસે પણ મેઘરાજા મહેરબાન ૫થી ૭જેટલો વરસાદ વરસ્યો જેને લઈ ને ઠેર ઠેર પાણી ભરાણા હતા ત્યારે રાજુલા ના વિક્ટર ગામે આવેલ લેબર ક્વાટર વિસ્તાર બેટ માં ફેરવ્યો હતો અહીં સતત બપોર થી ધીરી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે બાર વાગ્યા બાદ વીજળી ના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધ માર વરસાદ શરૂ થયો હતો જેમાં માત્ર ૩કલાક માંજ ૫ઇંચ જેટલો વરસાદ વરસતા અહીં નીચાણ વાળા વિસ્તારો માં ૩વાગ્યા બાદ દરિયા માં ભરતી હોવાના લીધે અહીં વરસાદી પાણી નો નિકાલ ન થતાં અને આજુબાજુ માં વરસાદ સારો હોવાથી અહીં લોકો ના ઘર માં વરસાદ ના પાણી ભરાયા હતા જેને લઈ ને લોકો રાત્રિ નાજ બાળકો સાથે પાણી થી બચવા અગાશીઓ પર ચડી ગયા હતા અહીં લોકો ના ઘર માં પણ રાત્રિ ના સમયે કમર ડૂબ પાણી ઘૂસી ગયા હતા અહીં પાણી ભરાવા નું મુખ્ય કારણ અહીં આવેલ જી એચ સી એલ કમ્પની નું દબાણ તેમજ આડેધડ બનવા માં આવેલ જિંગા ફાર્મ ને લઈ ને અહીં વરસાદી પાની નો નિકાલ અ શકાય બન્યો છે જેને લઈ ને અહીં વારંવાર પાણી ભરવા નો પ્રશ્ન સર્જાય છે ત્યારે આ અંગે ગ્રામ જનો દ્વારા સરપંચ મહેશ ભાઈ મકવાણા ને જાણ કરતા તેવો દ્વારા જાતે સ્થળ તપાસ ને ઊંચ કક્ષા યે રજુવાત કરી ને યોગ્ય કરવા તંત્ર ને જાણ કરી હતી પરંતુ તંત્ર અનેક રજુવાત કરવા છતાં કોઈ કાર્ય વાહી ન કરાતા લોકો રોષે ભરાયા હતા તો બીજી તરફ રાજુલા ના ડુંગર પંથકમાં પડેલા ધોધ માર વરસાદ ના પગલે કુમભરિયા અને દેવકા ની વાંચે આવેલ જોલાપરી નદી માં ઘોડા પૂર આવતા અહીં રાજુલા ડુંગર ને જોડતો પુલ ધરાશાયી થયો હતો અહીં ખેતરો માં પાણી ભરતા ખેડૂતો યે પણ પાક બળી જવાની ભીતિ સતાવી રહી છે.