ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યાા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જોડીને ફરી એકવાર સાથે ચમકાવવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૦માં મણિરત્નમની ફિલ્મ રાવણમાં બન્નેની જોડી છેલ્લી વખત એક સાથે નજરે પડી હતી. ત્યારબાદ તેમની જોડી સાથે ક્યારય નજરે પડી નથી. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો અભિષેક અને એશ બન્ને લાંબા ગાળા બાદ ફરી એક સાથે નજરે પડનાર છે. આ પ્રોજેક્ટનુ નામ ગુલાબ જામુન રાખવામા આવનાર છે. અગાઉ અભિષેક અને એશની જોડી સાત ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ન કહો, ઉમરાવ જાન, ધુમ-૨, ગુરૂ, સરકાર રાજ અને રાવણનો સમાવેશ થાય છે. અભિષેક બોલિવુડમાં ઘણા સમયથી છે પરંતુ તે કોઇ મોટી ફિલ્મમાં કામ કરી રહ્યાો નથી.
Home Entertainment Bollywood Hollywood ’ગુલાબ જામુન’ ફિલ્મથી અભિષેક-એશ લાંબા સમય બાદ ફરી એક સાથે ચમકશે