શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નાગરિકોના જીવના જોખમ જેવો બનતો જાય છે.
પલ્સર પર જતા એક યુગલને આવા જ રખડતી ગાયોના એક ટોળાએ વ્યસ્ત એવા ચ-રોડ પર, સ્વર્ણિમ સંકુલ, ગેટ નં. – ૬ ની સામે અચાનક અડફેટે લેતાં પલ્સર પડી ગયું હતું અને પાછળ બેઠેલી મહિલા રોડ પર પટકાઈ હતી. જેને માથામાં ગંભીર ઈજા થતાં ૧૦૮ ની કોલ આપવામાં આવ્યો હતો.
જો કે ફાયર બ્રિગેડમાં કાયમ રહેતી ૧૦૮ ને અડધા કીલોમીટર આવતાં અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો. આખરે ૧૦૮ આવતા તેઓને સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મહિલાના કાનમાંથી અને મોમાથી લોહી આવતા સ્થિતી ગંભીર હોવાનું જણાઈ આવતું હતું.
આમ રખડતા ઢોરોએ વધુ એક નાગરિકને ઈજા પહોંચાડવાનો બનાવ બનવા પામ્યો હતો.