પાલીતાણા મુકામે વેલનાથ આયોજીત જગન્નાથજી રથયાત્રા નીમિત્તે પાલીતાણા શહેરની અંદર મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા તેમા સમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનો જોડાયા હતા. તેમાં પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ ગોરધનભાઈ ગોટી, ઉપપ્રમુખ ગોપાલભાઈ વાઘેલા તથા શહેર પ્રમુખ નિતીનભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.