સારંગપુરમાં પ્રમુખસ્વામી માર્ગ ખુલ્લો મુકાયો

1292

બોટાદ જીલ્લો એટલે તિર્થભુમિનો જીલ્લો કહેવાય સૌરાષ્ટ્રની પ્રાકૃતિકભુમિમાં વસેલા તીર્થધામ સારંગપુર ખાતે ગઈકાલે પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સારંગપુરનાં મુખ્ય માર્ગથી નગરપ્રવેશ કરતા કલાત્મક પ્રમુખસ્વામી માર્ગ નામ અપાયુ.

આ સાથે જ સારંગપુર-બરવાળા હાઈવેથી નગરપ્રવેશ કરતા ભવ્ય કલાત્મક પ્રમુખસ્વામી દ્વારનુ ઉદ્ઘાટન સ્વામીએ સંપન્ન કર્યુ જેમા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દ્વારનુ પુજન કરવામાં આવ્યુ આ પ્રસંગે બોટાદ જીલ્લાના કલેક્ટર સુજિતકુમાર,બોટાદ જીલ્લાના ડીડીઓ આશિષકુમાર, બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, બરવાળા તાલુકાના પ્રમુખ વિરેન્દ્રખાચર, ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગઢીયા જેવા મહાનુભાવોએ ઉપસ્થિત  રહ્યા હતાં. સારંગપુર ગામના તલાટી ભાનુબેન,સરપંચ શ્રીમતી ગીતાબેન ખાચર તથા આગેવાનોએ હાજરી આપી હતી જ્યારે બરવાળા તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ ખાચરે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજે આ દ્વાર નીચે થી પસાર થનાર સૌના કલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી  આ પ્રમુખસ્વામી  દ્વાર સારંગપુર તીર્થધામની શોભા બની રહેશે.

Previous articleગાંધીનગર સે.-૭ રથયાત્રામાં ઘોડી ભડકી : એક યુવતી સહિત બે લોકોને ગંભીર ઇજાઓ
Next articleઅષાઢની ધીંગી ધારા તળે વા’લો નાગરચર્યાએ