જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ

1516

જાફરાબાદ શહેરનો ખારવા સમાજ જે દરિયાનાં ખોળે રમનાર અને ખુંદનાર સમાજ છે જાફરાબાદ ખારવા સમાજ દ્વારા આ વર્ષ ૨૦૧૮માં ૨૩મો સમુહલગ્ન યોજાનાર છે. જેમાં કુલ ૧૨૩ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાંથી તા.૧૯-૭-૧૮ના રોજ કુલ ૧૨- નવ દંપત્તિ કામનાથ મહાદેવનાં પટાગણમાં મંગળફેરા ફરિ પોતાનાં નવ જીવનની શરૂઆત કરશે જેમને આર્શિવાદ આપવા ગુજરાત રાજ્યની નામી હસ્તિઓ તો અધિકારી અને પદાધિકારીઓની સાથો સાથ રાજકીય ક્ષેત્રના આગેવાનો પણ હાજરી આપી આ પ્રસંગે નવ દંપત્તિઓને આર્શિવાદ આપશે.

ખારવા સમાજનાં પટેલ નારણભાઈ બાંભણિયા તેમજ નરેશભાઈ બારૈયા એ જ પ્રથમ સમુહ લગ્નનું આજથી ૨૩ વર્ષ પહેલા આયોજન કરેલ જેનાં હાથે જ ૨૩મો સમુહલગ્ન યોજાનાર છે જેથી બંને પટેલો પણ તેમની આગેવાનોની નવ ટીમ સાથે તડામાર જોશથી તૈયારીઓ કરી રહ્યા છે. સાથો સાથ બંન્ને પટેલોએ પ્રદુષણને ધ્યાને રાખી લગ્નમાં ફટાકડા ન ફોડવા અને પર્યાવરણ કે હવા પ્રદુષિત ન સાથ તેની પણ ખાસ નોંધ લીધેલ છે.

Previous articleમુસ્લીમ સમાજે સ્વાગત કર્યુ
Next articleરાજુલા ન.પા.પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કોંગ્રેસનાં ૧૮ સભ્યોને સસ્પેન્ડ કરાયા