બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બોરડા કે.વ.શાળામાં અતિ મહત્વના એવા ઓરી નુરબીબી (રૂબેલા) રોગને નાબુદ કરવા બાળકોને અને વાલીઓને બોલાવી માહિતી આપવામાં આવી હતી. પોલીયો નાબુદીના કાર્યક્રમને મલેલી સફળતા બાદ કેન્દ્ર અને રાજ્ય સરાકર દ્વારા ઓરી રૂબેલા રોગને નાબુદ કરવા માટે માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને બહેનો વધુ પ્રમાણમાં હાજર રહ્યા હતા આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પી.એચ.સી. ના એમ.ઓ. તેમજ બોરડા આરોગ્ય કેન્દ્રના ડો. પરમાર, બારૈયા દ્વારા સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. કે.વ.શાળા ના સ્ટાફનો સહયોગ મળ્યો હતો.