વઢેરા પ્રા.શાળામા ઓરી, રૂબેલા રસીનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

1572

આજરોજ વઢેરા પ્રાથમિક શાળા તથા સમસ્ત વઢેરા ગામ દ્વારા વઢેરા પ્રાથમિક શાળામાં એક અગત્યની મીટીંગ રાખવામાં આવેલ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન વિશે જન જાગૃતિ લાવવાનો હતો. જેમાં તાલુકા પંચાયતની જાફરાબાદના સદસ્ય ભાલીયા મસરીભાઈ, સમાજ અગ્રણી હમીરભાઈ કોટડીયા, મેડીકલ ઓફીસર ત્રિવેદી, સરપંચ લક્ષ્મીબેન વાઘેલા, પંચાયતના સભ્યો એસએમસીના અધ્યક્ષ મંજુબેન ચૌહાણ, રામભાઈ બાંભણિયા, રમેશભાઈ ચૌહાણ, મંગાભાઈ બાંભણિયા, રામભાઈ બાંભણિયા, વાલી મંડળના સદસ્ય ભાનુબેન  નાનજીભાઈ બારૈયા તથા ગ્રામજનો હાજર રહ્યા હતાં.

જેમાં ભીમસીભાઈ જોટવા દ્વારા શિક્ષણનું મહત્વ શિક્ષક જેસીંગભાઈ વાઢેળ દ્વારા આરોગ્યની સ્વચ્છતા, રણજીતભાઈ મકવાણા દ્વારા ઓરી અંગે તથા ડો. ત્રિવેદી દ્વારા ઓરી અને રૂબેલાની વિસ્તૃત સમજ આપી હતી. ચાવડા વજુભાઈ દ્વારા આપત્તી વ્યવસ્થાપનની સમજ આપવામાં આવી હતી. અભારવિધી આચાર્ય ચંદુભાઈ વંશ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અંકિતાબેન જાદવ દ્વારા કરવામાં આવેલ.

Previous articleબોટાદમાં સાંસદ શિયાળની ઉપસ્થિતીમાં કેબીનેટ મંત્રી કુવરજી બાવળીયાનું સન્માન
Next articleઢસા ગામમાં એકમાત્ર એટીએમ છેલ્લા ઘણાં સમયથી શોભાના ગાઠીયા સમાન