ઢસા ગામમાં એકમાત્ર એટીએમ છેલ્લા ઘણાં સમયથી શોભાના ગાઠીયા સમાન

1034

ઢસા ગામે એકમાત્ર એટીએમ આજુબાજુના અનેક ગામો નાં ગ્રાહકોને ખૂબજ ઉપયોગી ઉપયોગી હોવાં છતાં નોટબધી પંછી લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે

જીનીંગ મિલ.ઓઇલ મીલ. સિમેન્ટ પ્રોસેસિંગ. અને ટ્રાવેલ્સ ના વ્યવસાયો ઉપરાંત ૩૫ ગામ નો ખરીદીનો મહત્વ નો પોઈન્ટ હોય ત્યારે ગ્રાહકો ને ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે ત્યારે ઝાડી ચામડીના અધિકારીઓ ને કોય જાત નો  ફર્ક ન પડ્યો હોય તેવુ લાગી રહું છે

અહિ રાષ્ટ્રીય કુત બ્રેક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું માત્રને માત્ર એકજ એટીએમ છે. ઢસાગામ મા જીનીંગ મિલ સીમેન્ટ પ્રોસેસીંગ ટ્રાવેલ્સ ધંધાથી તથા ૩૫ ગામની ખરીદીનો પોઈંટ હોવા છતાં બેકીંગ સમય બાદ કે રજા ના દિવસો માં પૈસા ઉપાડવા એટીએમ નો ઉપયોગ થાય પણ ઉચ્ચ અધિકારીઓ ને તેની કોઈ દરકાર નથી. બંધ એટીએમ નું ભાડું છેલ્લા વર્ષ થી ચુકવાય છે. અગાઉ આ એસબીઆઇ નું એટીએમ બંધ રહ્યા ની અનેક ફરિયાદો થઇ છે.ચોપડા પર એટીએમ ની સુવિધા બતાવાય છે પરંતુ એ.ટી.એમ. કાર્ડધારકોને એ.ટી.એમ સુવિધાઓ નો લાભ મળતો નથી .પરિણામે ભારે હેરાનગતિ નો સામનો કરવો પડે છે   એસબીઆઇ સત્વરે યોગ્ય. કાર્યવાહી હાથ ધરાઈ તેવી માંગ ઉઠી છે.

Previous articleવઢેરા પ્રા.શાળામા ઓરી, રૂબેલા રસીનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next articleસિહોરમાં શાંતિપુર્ણ રીતે રથયાત્રા સંપન્ન