ઠાકર દ્વારા મંદિર આયોજીત રથયાત્રા સવારના નિયત સમયે ઠાકર દ્વારા મંદિરથી પ્રારંભ થયો હતો.
આ રથયાત્રામાં સવારે નીજ મંદિરે પુજા અર્ચન આરતી બાદ પહિચંદવિધી નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી તથા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
બાદ ખારાકુવા ચોક થઈ કંસારી બજાર, સુરકા દરવાજા, વડલા ચોક થઈ યાબુજી મંદિરે વિરામ બાદ સ્ટેશન રોડ, ખાડિયા ભાવનગર રોડ, સિંધી કેમ્પ મેઈન બજાર થઈ શાંતિપુર્ણ ૮ કલાકે નિજ મંદિર પહોંચી હતી. ત્યારે રસ્તામાં ઠેર ઠેર સ્વાગતો વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા હતાં.
આ રથયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેલ જમાં ૧ ડીવાયએસપી, ચૌધરી, પી.આઈ પરમાર તથા સિહોર પીએસઆઈ સોલંકી દ્વારા રથયાત્રાને સુરક્ષા કવચ પુરૂ પાડેલ હતું.
રથયાત્રામાં વિવિધ ફલોટસ તથા વિવિધ નાટક મંડળીઓ, નાસીક ઢોલ, ડીજે વાળા ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતાં. તથા નગરપાલિકા દ્વારા પણ સુંદર આયોજન કરેલ જેમાં રોડ પર આવતા ઢોર ખરાબ રસ્તા અંગે સંપુર્ણ જવાબદારી નિભાવી હતી.