નઘરોળ તંત્ર ન જ સુધર્યુ

1108

શહેરીજનો બારે માસ રેઢીયાર પશુઓની અપાર સમસ્ય્થી હેરાન થાય જ છે પરંતુ ચોમાસાના ચાર માસ દરમ્યાન આ સમસ્યામાં વૃધ્ધી થતી હોય છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉત્સવ અન્વયે મહાપાલિકાના સત્તાવાળા તંત્ર કોઈ જ કામગીરી કરી ન હતી. રથયાત્રાના રૂટ પર મોટી સંખ્યામાં પશુઓ અડીંગો જમાવીને બેઠા હતાં. સાથે ગદર્ભાનો ત્રાસ પણ યથાવત હતો રથયાત્રા પસાર થવા સમયે મહાપાલિકાની કામગીરી પોલીસ જવાનોને કરવી પડી હતી. રોડ પરથી પશુઓને દુર કરતા પોલીસ જવાનોને પણ નાકે દમ આવી ગયો હતો. માત્ર રેઢીયાર પશુ જ નહીં પરંતુ રોડ પર ઠેક-ઠેકાણે ભરાયેલ વરસાદી પાણીના ખાબોચીયા તથા ઉભરાતી ગટરોને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

Previous articleભાવેણાવાસીઓની આગતા-સ્વાગતાથી સુરક્ષા જવાનો અભિભૂત થયા
Next articleમુસ્લીમ સમાજે સ્વાગત કર્યુ