મુસ્લીમ સમાજે સ્વાગત કર્યુ

1426

ભાવનગર શહેરમાંથી આજરોજ નીકળેલી રથયાત્રા શહેરમાં બાર્ટન લાઈબ્રેરી ચોકમાંથી પસાર થઈ તે વેળાએ રથયાત્રા મહોત્સવ સમિતિનાં ચેરમેન હરૂભાઈ ગોડલીયા તથા આયોજકોનું ભાવનગર શહેરનાં મુસ્લીમ સમાજનાં આગેવાનો કસ્બા પ્રમુખ હાજીમ મહેબુબભાઈ શેખ, નગરસેવક ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, શબીર ખલાણી,

આરીફ કાલ્વા, નાહીન કાઝી, મુસ્તુફા ખોખર, સલીમ શેખ, આરીફભાઈ કાઝી સહિતનાં આગેવાનોએ ફુલહારથી સ્વાગત કરી શુભેચ્છાએ પાઠવી હતી.

Previous articleનઘરોળ તંત્ર ન જ સુધર્યુ
Next articleજાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ