ઘોઘા ગામે ૧૫ દિવસના ટુંકા ગાળામાં સમુદ્રમાં આવેલ હાઈટાઈડના કારણે દરિયાના પાણી ગામમાં ફરિવળતા લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે.
આજથી ઠીક ૧૫ દિવસ પૂર્વે એટલે કે જેઠ સુદ પૂનમના રોજ ઘોઘા ગામે સમુદ્રમાં ચોમાસુ હેવી કરંટના કારણે ભારે માત્રામાં ભરતી આવી હતી. જેના કારણે સતત બે દિવસ સુધી સાગરનું ખારૂ પાણી સમગ્ર ગામમાં ફરિ વળ્યુ હતું. આજ ઘટનાનુ ફરિ એક વાર પુનરાવર્તન થયુ હતું. અમાસના કારણે ફરિ એકવાર દરિયો તોફાની બનતા સમુદ્રનું ઉછાલા મારતુ પાણી સમગ્ર ગામમાં ફરિ વળ્યુ હતું. લાંબા સમયથી સમુદ્ર કાંઠે આવેલ ગ્રામ રક્ષક દિવાલ તુટેલી હાલતમાં હોય જેના કારણે આ ઘટના વાંરવાર બનતી હોવાના કારણે ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.