ભાવનગર શહેરમાં આસ્થા અને ઉત્સાહભેર વિવિધ વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. લોકો ગણેશજીની ભક્તિમાં લીન થઈ રહ્યાં છે. ગણેશ મહોત્સવ સમાપન તરફ જઈ રહ્યો છે. શહેરમાં ભાદેવાની શેરી ખાતે ભાદેવા યુવા ગૃપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેનું સમાપન પ સપ્ટેમ્બરે કરવામાં આવશે. ભાંગલીગેટ વિસ્તારમાં ભાંગલીગેટ યુવા મિત્ર મંડળ દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવનું સમાપન તા.૪ના રોજ કરાશે. રજપૂત વાડામાં શ્રધ્ધા-એક્તા ગૃપ દ્વારા ચાલતા ગણેશ ઉત્સવનું આવતીકાલ તા.બીજીના રોજ સમાપન થશે. જ્યારે સુભાષનગર ખાતે સિધ્ધિવિનાયક સુભાષનગર વિકાસ સમિતિ દ્વારા ૧૦ ફુટ ઉંચાઈની પ્રતિમા સાથે ઉજવાતા ગણેશ મહોત્સવનું તા.૪ના રોજ સમાપન કરાશે. સંસ્કાર મંડળ ખાતે સ્ટુડન્ટ ગૃપ અને વેપારી એસોસીએશન દ્વારા ૧૦ ફુટ ઉંચી ગણેશજી પ્રતિમા સાથે ઉજવાતા મહોત્સવનું ૪ સપ્ટેમ્બરે સમાપન કરાશે. વડવા વિસ્તારમાં વડવા ગૃપ દ્વારા ચાલતા ગણેશ ઉત્સવનું તા.રના રોજ સમાપન કરાશે. રૂવાપરી રોડ, ખેડૂતવાસ ખાતે બાવન વર્ષથી ગેબી મિત્ર મંડળ દ્વારા ચાલતા ગણેશ ઉત્સવ તા.પના રોજ સમાપન કરાશે. જ્યારે ભાદેવા શેરી યુવા ગૃપ દ્વારા તા.રના રોજ સમાપન કરાશે તેમજ જે.કે. સરવૈયા કોલેજ દ્વારા પણ ગણેશ ઉત્સવનું આસ્થાભેર આયોજન કરવામાં આવેલ.