કરાર આધારીત વ્યાખ્યતાઓએ કાયમીની માંગ સાથે ૫૦ હજાર પોસ્ટ કાર્ડ લખી વિરોધ નોંધાવ્યો

1390
gandhi7-10-2017-3.jpg

કરાર આધારીત વ્યાખ્યતાઓના પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા ભાજપ રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહથી લઇને સીએમ, નાયબ સીએમ સહિતના ટ્‌વીટર એકાઉન્ટમાં સવાલોનો મારો કરી વિરોધ કર્યો હતો. 
સત્યાગ્રહ છાવણીમાં ઉમટી પડેલા વ્યાખ્યતાઓએ ૫૦ હજાર કરતા વધારે પોસ્ટ કાર્ડ લખીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રમુખ રાજેન્દ્રસિંહ ખુમાણે કહ્યુ કે, રાજ્યની ૩૦ સરકારી પોલીટેકનીક અને ૧૭ ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા ૫૦૦ વ્યાખ્યાતાઓ પડતર માંગણીઓને લઇને શહેરની સત્યાગ્રહ છાવણીમાં એકઠા થઇને પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૦ હજારથી વધુ પોસ્ટ કાર્ડ પીએમ, ભાજપ રાષ્ટ્રિય અધ્યક્ષ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, સીએમ, નાયબ સીએમ સહિતને લખ્યા હતા. વારંવારની રજૂઆત છતા સરકારના કોઇ પદાધિકારીને તેની અસર થઇ નથી. આગામી ચૂંટણીમાં કરાર આધારીત વ્યાખ્યાતાઓ અને તેમના પરિવાર અળગા રહી વિરોધ નોંધાવશે.
જ્યારે એક દાયકાથી નોકરી કરતા હોવા છતા રજાઓ અને વેકેશનનો લાભ આપવામાં આવતો નથી. અનુભવને આધારે અન્ય રાજ્યોની જેમ રાહતનીતિ બનાવી કાયમી કરવામાં આવે, જ્યારે સરકાર હાલમાં એકને ગોળ અને બીજાને ખોળ વાળી નીતિ અપનાવી રહી છે. અન્ય કર્મચારીઓની જેમ જ કરાર આધારીત વ્યાખ્યાતાઓની નીતિ બનાવવામાં આવવી જોઇએ. કરાર આધારીત વ્યાખ્યાતાઓની માંગણીઓ છેકે તમામ લેક્ચરો અને સહાયક પ્રાધ્યાપકોને કાયમી કરવામાં આવે. સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓને તાત્કાલિક અમલ કરીને સમાન કામ સમાન વેતનનો અમલ કરવા માંગણી કરાઈ છે.

Previous articleનવીન શાહ મર્ડર કેસ : પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
Next articleરાજયની મહિલાઓને સુષ્મા સ્વરાજ ટાઉનહોલ કાર્યક્રમ મારફત સંબોધશે