ગાંધીનગર જિલ્લાના ગામો અને સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા વિસ્તારોમાં હજુ પણ નદીમાં નવા નીર આવ્યા નથી. તેમજ ચેકડેમ, તળાવો ખાલી અને મોટા જળાશયોમા પાણી ઓછા છે. જો વરસાદ ખેછાય તો ખેતીની દુર્દશા થાય તેવી શકયતા સેવાઇ રહી છે. જે વરસાદ પડ્યો છે તે જમીનનો, ખેડામણ અને વાવણી માટે યોગ્ય છે પણ તેનાથી કુવાઓ ખાલી છે.
હાલમાં ખેડૂતો ખેડામણ કર્યા ના ૧૦થી ૧૫ દિવસ પછી પણ વરસાદ ખેંચાતા હાલત કફોડી થઈ શકે તેમ છે. જો વરસાદ થોડા દિવસમાં ન આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અને પાક નવો વાવી ફેર બદલી કરવી પડે તેમ છે.
હાલમા રોકડીયો પાક જેવા કે મગફળી, એરંડા, કપાસ, સોયાબીન જેવા પાક બીજ નાખેલ છે. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ ગણાય છે.
જેમાં સાબરકાંઠા જિલ્લામાં હાલની વરસાદી સિઝનમાં સમગ્ર તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત ગણાતા ધરતી પુત્રોએ પોતાના ખેતરો ખેડી બીજ રોપી દિધા છે. તેમજ હાલ કાંગડોળે વરસાદની રાહ જોવાઈ રહી છે. હાલમાં સાબરકાંઠા પંથકમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો હાલની સીઝનમાં વરસાદ ના પડે તો ખેડૂતોના પાકો નિષ્ફળ નીવડે તેમ છે.