૬૦ વર્ષથી મહુવામાં રહેતા મુસ્લીમ વૃધ્ધનું હજયાત્રા કરવાનું સ્વપ્ન પૂ.મોરારીબાપુની પ્રેરણા થકી સાકાર થયુ છે. ગરીબ પરિસ્થિતીમાં વૃદ્ધને પૂ.બાપુએ આર્થિક સહાઈ કરી હજયાત્રાએ મોકલી કોમી એકતાના દર્શન કરાવ્યા છે.
પ્રત્યેક હિન્દુનું સ્વપ્ન હોય છે કે જીવનમાં એકવાર હરિદ્વાર સહિત અડસઠ તીરથની યાત્રા કરે એ જ રીતે મુસ્લીમ સમાજના વ્યક્તિનું પણ સ્વપ્ન હોય કે જીવનમાં એકવાર મકક્કા મહિનાની હજ યાત્રા કરી જીવનને સાર્થિક કરવુ પરંતુ આ યાત્રા અત્યંત ખર્ચાળ અને દેશથી સેંકડો કિલો મિટર અખાતી દેશોમાં આવેલ હોય મધ્યમ તથા ગરીબ વર્ગના લોકો માટે આ સ્વપ્ન પૂર્ણ કરવુ કપરૂ બને છે પરંતુ સાંપ્રત સમાજમાં કેટલીક વાર એવો સંજોગ રચાય છે. કે વ્યક્તિની કિસ્મત બદલાઈ જતી હોય છે. આથી જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા અને છેલ્લા ૬૦ વર્ષથી ઘોડા ગાડી ચલાવી પોતાના પરીવારનો જીવન નિર્વા ચલાવતા હુસેનભાઈનુ પણ મન હતુ કે જીવનમાં એકવાર હજયાત્રા કરવી પરંતુ નબળી આર્થિક પરિસ્થિતીને લઈ ને તેમના મનના ઓરતા પૂર્ણ થતા ન હોય આ વાતની જાણ આંતર રાષ્ટ્રીય વકતા પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુને થતા તેમણે હુસેનભાઈને હજયાત્રા માટે ઘટતી આર્થિક મદદ તલગાજરડા ચિત્રકુટ ધામની પ્રસાદી સ્વરૂપે આપી હજયાત્રા પર જવા મદદ કરી કોમી એકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
અત્રે નોંધનીય છે કે પૂ.બાપુ અવાર-નવાર દિનદુઃખીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે અને આદર્શ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન થકી સાધુતાને સમાજમાં ઉજળી કરી બતાવે છે.