રાજુલા તાલુકાના રામપરા (ર) ગામે આઝાદી પછી સૌપ્રથમવાર સરપંચ સનાભાઈ વાઘની જહેમતથી એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટ તેમજ વીઆરટીઆઈના સહયોગથી જબરદસ્ત ચેકડેમ બનાવાયાથી ગામની જમીન દરીયો નજીક હોવાથી બંજર બની ગયેલ અને ફળદ્રુપ જમીન હોવા છતા ખારા પાણી ભળી જવાથી જંગલ બની ગયેલ. જેને નવયુવાન સરપંચ સનાભાઈ વાઘની જહેમતથી અને પીપાવાવ પોર્ટના અધિકારીઓની સાચી લગનથી આ ચેકડેમ બનતા તેનું ડેપ્યુટી કલેક્ટર ડાભી દ્વારા લોકાર્પણ અને થોડા જ સમયમાં મુશળધાર વરસાદ પડવાથી ચેકડેમ છલોછલનો ભરાઈ જતા ગામ આગેવાનો અને સરપંચ સાથે તેની ટીમના ગામ આગેવાનો લાલાભાઈ બાઘાભાઈ વાઘ, સાદુળ વાઘ, હરસુરભાઈ વાઘ, સોમાભાઈ વાઘ, દુલાભાઈ વાઘ સહિત આખુ ગામ આઝાદી પછી તળાવ જેવો ચેકડેમ જોવા હલકી પડ્યુ અને ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઠેર-ઠેર સરપંચ સનાભાઈ વાઘની પ્રસંશા થઈ રહી છે.