બે દિવસ પૂર્વે ઢસા માંડવા રેલ્વે ટ્રેક પર ત્યાંથી પસાર થતી માલગાડી નીચે ભિક્ષુક આધેડ કપાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. રેલ્વે પોલીસ દ્વારા મૃતક આધેડની ઓળખની તપાસ હાથ ધરી હતી અને ઢસા પોલિસ ને લાશ સોંપવામાં આવી હતી. બે દિવસની પોલીસ તપાસ કર્યા બાદ પણ મૃતક આધેડ નું કોઈ ઓળખીતું કે સગા વ્હાલું મળ્યું ના હતું. આ બિનવારસી મૃતકની લાશને ઢસા પોલીસ દ્વારા અંતિમ વિધિ કરીને માનવતાનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આધેડ મૃતકના મોતનો મલાજો જાળવવા ઢસા પોલીસના જે.બી.પટેલ, મયુરભાઈ ખેર, ઉદયભાઈ ગઢવી, શક્તિસિંહ તેમજ મેલડી પરા યુવક મંડળ ના મિત્રો તથા ઢસાના સામાજિક કાર્યકર મનીષ દવે દ્વારા પૂર્ણ વિધિથી આ આધેડ મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં ઢસા પોલીસની માનવતાને બિરદાવવા લાયક છે.