વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ

1029

શહેરના અનેક વિસ્તારોમાં ભાવનગર મહાપાલિકા દ્વારા નિર્માણ કરાયેલ રોડ-રસ્તાઓ ચોમાસાના પ્રારંભે જ તુટીને જીર્ણ-ક્ષિર્ણ થઈ જવા પામ્યા છે ત્યારે લોકોની આ હાડમારીનો કોઈ ઉકેલ ન હોય તેમ વિવિધ વિસ્તારોમાં છાશવારે ગેસ, ડ્રેનેજ, પાણી સહિતના કહેવાતા વિકાસ અને લોકલક્ષી કાર્યોના નામે આડેધડ ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામના પગલે એક જ સારા વરસાદે તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી-ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામ્યો છે. જેમાં શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ-થ્રી પાસે ભાવનગરથી દિવ જઈ રહેલ એસ.ટી. બસ ખાડામાં ખુંચી જતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. પ્રથમ ડ્રાઈવર, રાહદારીઓ અને મુસાફરો દ્વારા આ બસને ગારામાંથી કાઢવા માટે અથાગ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આ બસ ટસની મસ થઈ ન હતી. જેને કારણે એસ.ટી. તંત્ર દ્વારા મોડીસાંજે ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Previous articleફુલસર ખાતે સપ્તકુંડી મહાયજ્ઞ યોજાયો
Next articleબગદાણા ગામે નદીઓનું રૌદ્ર સ્વરૂપ