ઘોઘા ગામે વર્ષો જુની પંરપાર અનુસાર આ વર્ષે પણ સમસ્ત ગામ દ્વારા અષાઢી બીજ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘા ગામે આજથી વર્ષો પૂર્વે ભયંકર દુષ્કાળ પડ્યો એવા સમયે ગામના પાદરમાં આવેલ સોનરીયા તળાવનાં કાંઠે બીરાજમાન મહાકાળી માતા તથા પાંગડશા પીરની જગ્યામાં ગ્રામજનો દ્વારા માનતા રાખવામાં આવી જેને લઈને ભરપૂર વૃષ્ટિ થતા આ માનતા ફળીહોય જેને લઈને દર વર્ષે અષાઢી બીજના રોજ સમસ્ત ઘોઘા ગ્રાજમનો દ્વારા અત્રે ભવ્ય ઉત્સવ ઉજવી માતાની પૂજા અર્ચના સાથે પીરને લોબાનનો ધૂપ અર્પણ કરી પ્રસાદ ચડાવવામાં આવે છે ત્યારબાદ લોકો પણ પ્રસાદ ગ્રહણ કરી સારા સૌભાગ્યની કામના કરે છે.