ગાંધીનગર સીવીલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયની ૮ જેટલી કરૂણા એનિમલ અમ્બ્યુલન્સ-૧૯૬રને સેવામાં લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ પ્રસંગે બોલતાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગાંધીનું ગુજરાત છે અને પશુઓ પ્રત્યેની દયા એ સંસ્કૃતિમાં વણાયેલી બાબત છે. મનુષ્ય વિશે અનેક યોજનાઓ હોય છે પરંતુ ત્રણ કરોડ જેટલાં પશુ-પક્ષીઓ માટે પણ સરકારે ચિંતા કરી છે. મુંગા પ્રાણીઓને પણ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.
વિજયભાઇ રૂપાણીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર અર્થે શરૂ કરેલ ’કરૂણા અભિયાન’ને યાદ કરીને જણાવ્યુ હતુ કે તેને પણ વ્યાપક સફળતા મળી હતી. આ સફળતાને પરિણામે રાજય સરકારે નવતર અભિગમ અપનાવી અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને ઇમરજન્સીના કેસોમાં સારવાર આપવા માટે ’કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આકસ્મિક કારણોસર અનાથ પશુ-પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે આશયથી શરૂ કરવામાં આવનાર ’કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો રાજયવ્યાપી શુભારંભ આજે બપોરે ૩-૦૦ કલાકે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લી મુકાઈ તે વખતે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી ઉપરાંત બાબુભાઈ બોખરીયા, શંભુજી ઠાકોર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજય સરકારની આરોગ્ય વિભાગની ’૧૦૮’ સેવાની જેમ જ ય્ફદ્ભ-ઈસ્ઇૈં મારફતે જનભાગીદારીથી રાજયના પશુ-પક્ષીઓને અકસ્માત/ઇમરજન્સીમાં સારવાર માટે આ સેવાનો શુભારંભ કરાયો છે. જેનાથી એમ્બ્યુલન્સ વાન સાથે પશુચિકિત્સક દ્વારા મુંગા પશુ-પક્ષીઓને તાત્કાલિક સ્થળ પર સારવાર પૂરી પડાશે. જે માટે ’૧૯૬૨’ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરાશે. હાલ રાજયમાં પશુ આરોગ્ય માટે ૩૩ જિલ્લામાં વેટરનરી પોલીકલીનીક, પશુ દવાખાના, મોબાઇલ પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.