જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ

1468

ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આજથી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો આરંભ થયો છે. જે અંતર્ગત ગાંધીનગરના સુધડ ગામ ખાતે જિલ્લા કલેકટર એસ.કે. લાંગાની ઉપસ્થિતમાં ઓરી – રૂબેલા રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લામાં સોમવારથી ઓરી રૂબેલા રસીકરણનો પ્રારંભ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાંથી ૨૦૨૦ સુધીમાં ઓરી રૂબેલા નાબુદીનો ટાર્ગેટ આપ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશના ૧૫ રાજ્યોમાં રસીકરણ અભિયાન સફળતા પુર્વક પુર્ણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આવતીકાલથી ઓરી રૂબેલા નાબુદી અભિયાન શરૂ કરવામા આવનાર છે. ૧૬મી જુલાઇથી ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં આ અભિયાન અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ઓરી રૂબેલાની રસી અપાશે. જિલ્લામાં આ અભિયાનને સો ટકા સફળતા મળે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક માસથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. કેટલાક ધર્મોમાં હજુપણ રસીકરણ મામલે અંધશ્રધ્ધા છે. જે તાજેતરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ધર્મગુરૂઓની પણ એક બેઠક બોલાવાઈ  હતી. જેમાં રસીકરણ માટે ધર્મગુરૂઓનો પણ સહકાર માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધીઓને પણ પોતાના વિસ્તારમાં એકપણ બાળક રસીકરણ વગર રહે નહી તેનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યુ હતું.

ગાંધીનગર તાલુકાના સધુડ ગામ ખાતે ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનને વધુ પ્રોત્સાહિત કરવા માટે ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગા અને જિલ્લા વિકાસ અધિકારી  હિતેષ કોયાની ઉપસ્થિતમાં આ રસીકરણ અભિયાન યોજાયો હતો. જેમાં સુઘડ ગામના ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના ૯૧૮ બાળકો-વિધાર્થીઓને ઓરી-રૂબેલા રસી આપવામાં આવી હતી.

Previous articleપર્યાવરણ પ્રેમીઓએ આંદોલન છેડતાં પંચામૃતની યોજના પડતી મૂકવી પડી હતી
Next articleરાહુલનું ઈચ્છાધારી હિન્દુત્વ નહીં ચાલે : સંબિત પાત્રા