ગાંધીનગરની બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ) કોલેજમાં સતત ૨૦મી બેચ માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કાર્યક્રમનું આયોજન થયુ હતું. જેમાં કોલેજ છેલ્લા ૨૦ વર્ષથી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટની સાથે સાથે દરેક ક્ષેત્રમાં તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમજ તેમનામાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા તેમજ તેનો ઉપયોગ તેમના વ્યવસાયિક તેમજ સામાજિક જીવનમાં સફળ બનવા ઉપયોગ કરી શકાય. તે બાબતે કોલેજ તરફ થી સતત તાલીમ આપવા માટે યોગ્ય રીતે પ્રયત્ન કરવામાં આવે છે.
સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત નાચ-ગાન તેમજ આનંદ-પ્રમોદ મળે તેવી બાબતો ને પ્રાધાન્ય ન આપતા વિદ્યાર્થીઓ નો સર્વગ્રાહી વિકાસ થાય તેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વિતીય અને તૃતીય વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા ખુબ સુંદર રજુઆતો તેમના પ્રથમ વર્ષનાં મિત્રોનાં સ્વાગત માટે કરવામાં આવી હતી.
કોલેજમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓએ પણ ધમાકેદાર રજુઆતો કરી હતી. જેમાં પ્રથમ વર્ષ ના કુલ ૩૫ વિદ્યાર્થીઓ એ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો જયારે દ્વિતીય અને તૃતીય વર્ષના ૨૦ વિદ્યાર્થીઓ તેમના નવા સાથી મિત્રો ને આવકારવા સુંદર રજૂઆત કરી હતી.
મિસ્ટર પ્રારંભ તેમજ મિસ પ્રારંભની સ્પર્ધામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિડ્યાર્થો દ્વારા કરવા માં આવેલ વિવિધ રજૂઆત માં ડાન્સિંગ, સિંગિંગ, એક્ટિંગ, એન્ક્રરીંગ, મ્યુઝીકલ ઇન્સટુમેંટ, મહેંદી, પેઈન્ટીંગ તેમજ વેરાઈટી માં વિદ્યાર્થીઓએ પોતાની સખત મહેનતથી સુંદર કલાનાં દર્શન શ્રોતાઓને કરાવ્યા હતા. પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ માટે “મી. પ્રારંભ” તેમજ “મિસ. પ્રારંભ” તરીકે પસંદગી પામી પ્રશસ્તિપત્ર તેમજ ટ્રોફી મેળવી હતી. જે અંતર્ગત પ્રથમ વર્ષનાં કું. હેમલ ખત્રી તેમજ શ્રી કુશલ બોરડ ને પ્રથમ વર્ષ માંથી મિસ પ્રારંભ તેમજ મી પ્રારંભ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજ ના કાર્યક્રમ માં કોલેજ ના ૫૨૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.કુલ ૫૦ રજુઆતો વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ માં અથવા વ્યક્તિગત રજૂઆતમાં કરવા માં આવ્યા હતા. સ્પર્ધા માં નિર્ણાયક તરીકે હાર્દીકા શુક્લા તેમજ પ્રો.રાકેશ ભટનાગર દ્વારા પ્રશંસનીય સેવા આપવા માં આવી હતી.