મહુવાના ગામડામાં કલેક્ટરના આદેશથી બચાવ કામગીરી તેજ

992

 

મહુવા ના કતપર અને કુંડળ ઠસિયા ગામ માં ભારે વરસાદ થી પ્રભાવિત લોકો ને આજે ૧૬ જુલાઇ ના અંદાજે ૧૦૦૦ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા.  આ ફૂડ પેકેટ ની કેપી એનર્જી દ્વારા વ્યવસ્થા કરાય હતી. સાથો સાથ વહેલી સવાર ૩વાગ્યા થી આ ગ્રામ્ય વિસ્તારોમાં માં લોકો ની બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં ૪ જેસીબી, ૮ ટ્રેકટરો, ૨ ટ્રક જેવા કેપી એનર્જી કમ્પની ના વાહનો અને સ્ટાફને પણ કામે લગાડ્યા હતા. લોકો ને સલામત જગ્યા એ ફેરવ્યા હતા.

કલેક્ટર ના આદેશ થી મામલતદાર, ટીડીઓ, સરપંચ, તલાટી સહિત વહીવટી તંત્ર  એ પણ રાતભર જહેમત ઉઠાવી હતી.

Previous articleગાંધીનગર ખાતે કલા મહાકુંભ- ૨૦૧૮નો આરંભ
Next articleજાફરાબાદમાં ૩ કલાકમાં છ ઈંચ વરસાદ, બે મકાનો પડ્યા