ગાંધીનગર ખાતે કલા મહાકુંભ- ૨૦૧૮નો આરંભ

1724

ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રિય છે. આપણા સૌના જીવનમાં ઉત્સવ – તહેવારોનું મહત્વ પણ અનેરૂ છે. આપણી સંસ્કૃતિમાં કલાકારોની કલાનું પ્રાચન કાળથી સન્માન કરવામાં આવી રહ્યું છે, ગાંધીનગરની વેદ સ્કુલ ખાતેથી કલા મહાકુંભ – ૨૦૧૮ નો આરંભ કરાવતાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજથી ચાર થી પાંચ દાયકા પહેલા મનોરંજનના સાધનો ખૂબ ઓછા હતા. તે સમયે નાટક અને ભવાઇ જેવા કાર્યક્રમ ગામેગામ યોજાતા હતા. પરંતુ આજની પેઢી માટે મનોરંજનએ ટી.વી.ના રીમોટની એક સ્વીચ દબાવી મેળવી રહ્યાં છે.

કલાકારોની કલા, પ્રતિભાને યોગ્ય સ્તરે ઉજાગર કરવાના ઉમદા આશયથી રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં કલા મહાકુંભનો આરંભ વર્ષ- ૨૦૧૭થી કરવામાં આવ્યો હતો. જેના થકી ગુજરાતના અનેક કલાકારોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય સ્ટેજ મળી રહ્યું છે.

ગત વર્ષ ગાંધીનગર જિલ્લામાં કલા મહાકુંભમાં ૮,૭૫૪ કલાકારો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી બે હજાર જેટલા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા ૪ લાખથી વધુના ઇનામ રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. રાજયભરના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ૨ કરોડ ૮૩ લાખ રૂપિયાના પુરસ્કાર ગતૂ વર્ષ આપવામાં આવ્યા હતા. બીજા વર્ષમાં પ્રવેશ કરતાં કલા મહાકુંભ – ૨૦૧૮ માં ૩ લાખ ૭૦ હજારથી વધુ કલાકારોએ પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

તે ઉપરાંત અત્યાર સુધી કુલ- ૨૨ કૃતિઓનો સમાવેશ કલા મહાકુંભમાં હતો. ચાલું વર્ષે સમુહ લગ્ન ગીત/ ફટાણા, કુચિપુડી, સરોદ, સારંગી, જોડીયાપાવા, રાવણહથ્થો અને ભવાઇ એમ સાત નવી કૃતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ચાલું વર્ષમાં કુલ- ૨૯ કૃતિઓમાં ૬ થી ૬૦ વર્ષથી ઉપરના સીનીયર સિટીઝન્સ અલગ અલગ કૃતિઓમાં પોતાની વય જુથમાં ભાગ લીઘો છે.

આ વર્ષથી કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કરવામાં આવ્યું છે.

Previous articleમંદિર નહીં સાયન્સ જ રોજગારીનું સર્જન કરી શકે છે : સામ પિત્રોડા
Next articleમહુવાના ગામડામાં કલેક્ટરના આદેશથી બચાવ કામગીરી તેજ