બરવાળા પંથકમાં મુશળધાર વરસાદ ખાબકતા ચાર થી સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.પંથકમા મેઘરાજાની મહેર થતા નદી-નાળા-ચેકડેમો છલકાઈ ગયા હતા.મુશળધાર વરસાદથી ખેડુતોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.જયારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
બરવાળા પંથકમાં મેઘરાજા મન મુકિને વરસતા ચાર થી સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો વરસાદના કારણે બરવાળાની ઉતાવળી નદી તેમજ ભીમનાથની લીલકા નદી ઘણા વર્ષો બાદ બે કાંઠે વહી હતી નદીના બે કાંઠેના પાણી નિહાળવા લોકો નદી ઉપર ઉમટી પડયા હતા.એક જ ધારે પડેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે વરસાદ ધીરો પડતા વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓછુ પણ થઈ ગયેલ હતુ.સમગ્ર પંથકમાં પડેલ અનરાધાર વરસાદના કારણે ખેડુતો ગેલમાં આવી ગયા હતા.