દેશ-વિદેશનાં અનેકો વિસ્તારમાં પોતાની મધુર વાણી દ્વારા જ્ઞાન ફેલાવનાર રાજ્યના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ભાગવતાચાર્ય ડૉ. કૃણાલભાઈ જોશીનું શ્રીમદ્ ભગવદ્ ગીતા પર રાજ્યના પ્રખર વિદ્વાન ડૉ. કૃણાલભાઈ જોશીનું વક્તવ્ય ‘ગીતા દર્શન’ તા. ૧૫ અને ૧૬ જુલાઈ, ૨૦૧૮ રવિવાર અને સોમવારે બપોરે ૩.૩૦ થી સાજે ૬ દરમિયાન આયોજન કરવમાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં આધ્યાત્મિક માહોલ વચ્ચે આજે બીજા દિવસે સમાપન થયું હતું. અત્રે એ નોંધવું ઘટે કે કૃણાલભાઈ જોશીને તત્કાલીન યુવા ગૌરવ પૂરસ્કાર અને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવેલ છે. આમ અનેકો સિધ્ધિઓને પ્રાપ્ત કરનાર, પારંગત સંસ્કૃતના જ્ઞાની એવા વકતા કૃણાલભાઈ જોષીનાં મુખેથી આજે ગીતા દર્શનમાં શ્રેષ્ઠયજ્ઞ તરીકે સેવાયજ્ઞને ગણાવ્યો હતો. આ ઉપરાંત જીવનમાં ધર્મ, અર્થ, કામ અ ને મોક્ષ વિષે ખુબ જ અદ્દભુત રીતે જૈમીની અને ગુરુ વેદવ્યાસનાં દૃષ્ટાંત દ્વારા બોધપાઠ આપ્યો હતો. આ સમાપન પ્રસંગે સંસ્થા સંચાલક લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે-આવા વ્યક્વ્ય દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને આપણી પરંપરાગત સંસ્કૃતિને નજીકથી સમજવાની તક મળશે અને સમાજમાં પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણ કેળવાશે. આમ જીવનનું જ્ઞાન કૃણાલભાઈની મુખેથી સાંભળવાનો અનેરો લાહવો ઉપસ્થિતોએ બહોળી સંખ્યામાં લીધો હતો.