જાડેજાની રેસ્ટોરાં પર દરોડા, વાસી શાકભાજી મળતા નોટિસ

1096
guj7-10-2017-2.jpg

જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યાં છે, રાજકોટ     કોર્પોરેશન દ્વારા દરોડા કામગીરી વધારી દેવામાં આવી. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જડ્ડુસ ફૂડ ફિલ્ડ નામની રેસ્ટોરન્ટમાં અને મેકડોનાલ્ડમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જડ્ડુસ હોટેલમાંથી અનેક રાંધેલી વાસી ચીજવસ્તુઓ ફ્રીઝમાં રાખેલી મળી આવી હતી. તો વાસી શાકભાજી પણ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી.
વાસી તથા લાંબા સમયથી રાંધીને સંગ્રહ કરેલી તમામ ખાદ્યચીજો મન્ચૂરીયન, નૂડલ્સ, પાસ્તા, બાફેલા બટાકા, વાસી તથા ફૂગ ચડેલી બેકરી આઇટમ, ફૂગ ચડેલી પૂરી, વાસી તથા બગડેલા શાકભાજીનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય હાઇજેનિક કન્ડિશનને લઇને રેસ્ટોરાંને નોટિસ ફટકારવામાં આવી હતી.

Previous articleગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ થશે સસ્તું; સરકાર VAT ઘટાડશે
Next articleકોંગ્રેસે ૭૨ ઉમેદવારો નક્કી કર્યા, રૂપાણી સામે ઈન્દ્રનીલ મેદાનમાં