બાબરીયાવાડમાં આભ ફાટયું રાજુલા, જાફરાબાદમાં ૧ર ઈંચ ખાબકતા તમામ ડેમો ઓવરફલો ધાતરવડી (ર) ખાખભાઈ ડેમના ડેપ્યુટી કલેકટર ડાભી તેમજ ડેમ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઈજનેર સુવર એક બીજા સતત સંપર્કમાં રહી ડેમ નીચેના ૮ ગામો જેમાં હીડોરડા, છતડીયા, વડ, લોઠપુર ધારાનાનેસ, ઉચૈયા, રામપરા અને કોવાયામાં ઉપરથી મુશળધાર વરસાદમાં ગામો બેટમાં ફેરવાયેલ હતા ધાતરવડી નદી બે કાંઠામાં હતી જ પણ ઉપરથી ધાતરપડી ૧ ડેમ ધારેશ્વરનો છલકાતા પાણીનો અનહહ ભરાયો અને આવક થતા ડેમની સલામતી માટે તાત્કાલિક ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચોહાણ, તાલુકા વિકાસ અધિકારી અને પી.ત્રીવેદી એક બીજા પરસ્પર સંપર્કમાંર હી પ્રથમ નીચેના ગામોના સરપંચો ગામ આગેવાનોને ડેમના દરવાજા ખુલવા બાબતે જાણકારી આપ્યા બાદ પ્રથમ બે દરવાજા પછી ર દરાજા અને ત્યાર બાદ એકી સાથે ૪ દરવાજા ખોલતા નીચેના ગામોમાં જળબંબાકાર થયાથી કોઈ ગામમાં અવર-જવાર સદંત બંધ કરાઈ જેમાં ઉચૈયા અને લોઠપુર ગામમાં અગાઉ જ બેટમાં ફેરવાયા હતા તેમજ ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા તેમજ ઉપસરપંચ દીલુભાઈ ધાખડા દ્વારા ગામના તમામ જરૂરીયાત લોકો માટે માનવતા પ્રસરાવી અને જાહેર કર્યું કે જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓથી કોઈએ મુંજાવાની જરૂર નથી વિના સંકોચે સરપંચ ઉપસરપંચને જાણ કરવી તેમજ ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા ઈજનેર સુવરને ડેમની પલે પલની જાણકારી આપવા સુચન કરાયું અને પોલીસ અધ્યક્ષ નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસ તંત્રને પણ સાબદુ રહેવા આદેશ કરાતા રાજુલા પી.આઈ. યુ.ડી.જાડેજા સતત પેટ્રોલીંગ તમામ સ્ટાફ સાથે કરી રહ્યા છે. તેમજ જાફરાબાદના રહોીસા ચીત્રાસર, ભાડા, હેમાળ, જીકાદ્રી નવી, જુની, દુધાળા, ધોળાદ્રીથી વઢેરા ગામ બેટમાં ફેરવાયાથી જાફરાબાદ મામલતદાર ચૌહાણ, પી.આઈ. આર.કે.ચનુરા તેમજ ફજીરીશ વિભાગ દ્વારા ખતરાનું સિગ્નલ લગાવી દીધેલ છે તેમજ તમામ સરકારી કચેરીનો કોઈપણ અધિકારી કર્મચારીઓને પોતપોતાના ડિપાર્મેન્ટમાં હાજર રહેવા સુચન કરાયું છે.