પાલિતાણા તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલ વરસાદના કારણે પાલિતાણા તાલુકાના ઠાડચ (રાજપરા) ગામે રહેતા શ્રમજીવી પરિવાર લાભુભાઈ પરમાર નામના વ્યકિતના ઘરની દિવાલ સાંજે ચાર કલાક ધરાશાઈ થઈ હતી. પણ દિવાલ ધરાશાઈ થવાથી કોઈ જાનહાની કે કોઈ નુકશાન થયું ન હતું. આ વાત ની જાણ થતા ત્યાંના તલાટી મંત્રી સહિતના ગામ લોકો હાજર થયા હતા ને ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ કરી હતી.