પાલિતાણા પંથકમાં છેલ્લા બે દિવસથી અંધરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે શત્રુંજય પર્વત પર પણ વરસાદ સારા પ્રમાણમાં પડતા શત્રુંજી ગીરીરાજ ઉપર રામપોલની અંદર પાંચ શિખરવાળા દેરાસરની પાછળના ભાગમાં ભારે વરસાદના કારણે લેડ સલ્ઈડ થવાથી મોટા પથ્થરો પડ્યા હતાં પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી પથ્થરોને ત્યાંથી દુર કરાયા હતા સાથો સાથ આજે પણ વહેલી સવારે છાલાકુંડની પાસે લેન્ડ સ્લાઈડ થઈ અને પથ્થરો પડ્યા હતા જે આજે મજુરો પાસે દુર કરાવ્યા હતાં. તેમજ અમુક જગ્યાએ માટી પડવાથી અને વરસાદથી રસ્તાઓ ચીકણા અને લપસી જવાય એવા અમુક જગ્યાએ થઈ ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. શેઠ આ.ક.પેઢી તેમજ તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા યાત્રાએ આવતા યાત્રિકો માટે અનુરોધ છે કે ગિરિરાજની યાત્રા કરતી વેળાએ ખુબ જ સાવચેતી રાખે પગથીયાની મધ્યમાં ચાલવું પથ્થર વાળી જગ્યા નજીક ન ચાલવી તેમ જાણવા મળેલ છે.