બોરળતાવ, શેત્રુંજીમાં નવા નીરની આવક

1840

સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ગોહિલવાડ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી અને ખાસ કરીને છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે મોટાભાગના જળાશયોમાં નવાનીરની આવક થઈ છે. જેમાં ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક શરૂ રહેતા આજે તા. ૧૬ના રાત્રીના૧૦ વાગ્યા સુધીમાં ડેમની સપાટી ર૩.૧૦ ફુટે પહોંચી જવા પામી છે. અને હજુ ૩ ફુટે પાણીની આવક શરૂ છે ત્યારે સવાર સુધીમાં શેત્રુંજીની સપાટી રપ ફુટ પહોંચી જવાની શકયતાઓ દેખાઈ રહી છે જયારે ભાવનગર શહેરના બોરતળાવમાં પણ પાણીની થઈ રહેલી આવકના પગલે રાત્રેના ૧૦ વાગ્યા સુધીમાં સપાટી ર૩.૧૦ ફુટે પહોંચી હતી. બન્ને જળાશયોમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Previous articleગૌત્તમેશ્વર તળાવની સપાટી ૮ ફુટે પહોંચી
Next articleતળાજામાં ૭, મહુવામાં પ ઈંચ વરસાદ