સમાજમાં જ-વલ્લેજ બનતી ઘટના સિહોર ગામે બની છે એક ની એક પુત્રીએ સ્મશાન યાત્રામાં કાંધ આપી જન્મ આપનારી સ્વર્ગવાસી “માં” ને અગ્નિદાહ આપીને એક દીકરીએ દીકરાની ફરજ નિભાવી છે સિહોરના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હિતેશભાઈ બ્રાહ્મણના ધર્મપત્નીનું ગઈકાલે રવિવારે દુઃખદ અવસાન થયું હતું જેઓને સંતાનમાં તેમને એક જ દીકરી હતી માતાના નિધનને લઈ દીકરીના માથે જાણે આભ ફાટ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે તેમના કુટુંબીજનોએ દિકરીને સધિયારો આપ્યો હતો અને “માં” અવસાનને હિન્દૂ રીતરિવાજ મુજબ અગ્નિદાહ માટેની તૈયારીઓ આરંભી હતી જે બાદ મૃતક હિતેશભાઈના પત્નીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પુત્રી દ્વારા કાંધ પણ આપવામાં આવી હતી અને પોતાની માં ના પાર્થિવદેહ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈની આંખમાં આંસુ જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે સમાજના રીત-રિવાજો મુજબ માતા-પિતાને અવસાન સમયે પુત્ર દ્વારા અગ્નિસંસ્કાર આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરાયો છે પરંતુ હવે બદલાયેલી સામાજિક ભાવના મુજબ ક્યારેક હક પુત્રીઓ પણ નિભાવે છે.