વલ્ભીપુર નજીક પોલીસ વાને પલ્ટી ખાતા કુલ ૧રને ઈજા

1635

ભાવનગર જિલ્લા જેલમાંથી છ આરોપીને લઈ બોટાદ કોર્ટ તરફ પોલીસ વાનમાં જતા હતા ત્યારે વલ્ભીપુર નજીક ભારે વરસાદના કારણે વાન પ્લટી ખાઈ જતાં જ પોલીસ કર્મી અને છ આરોપીને નાની-મોટી ઈજાઓ  થવા પામી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર પોલીસ હેડકવાર્ટરના પી.એસ.આઈ. એમ.એન.ડાંગર દ્વારા વલ્લભીપુર પોલીસમાં જાણ કરાઈ હતી કે સવારના સમયે જિલ્લા જેલમાંથી છ આરોપીને લઈ પોલીસવાનમાં બોટાદ કોર્ટે જતા હતા ત્યારે વલ્ભીપુરથી બે કી.મી. દુર સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત ન થાય તે માટે ડ્રાઈવરે વાન રોડ નીચે ઉતારી દેતાં વરસાદના કારણે ભીની માટી થવાથી ગાડી સ્લીપ થઈ જતાં ગાડીએ પલ્ટી ખાધી હતી. બનાવમાં વાનમાં સવાર છ પોલીસ કર્મચારી અને છ આરોપીને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે વલ્ભીપુરના સરકારી દવાખાને ખસેડાયા હતાં. જયાં તમામ સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળ્યું હતું.

Previous articleબોરડા ગામ પુરની પરિસ્થિતિથી પ્રભાવિત બોરડા, તા.૧૬
Next articleભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ભંગારની હરરાજી કરાઈ