રાજુલાનાં વાવેરા ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

844
guj7-10-2017-6.jpg

રાજુલા તાલુકાના ‘વાવેરા’ગામે ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મામલતદાર દંગીની અધ્યક્ષતામાં તેમજ તાલુકા પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદી મામલતદાર કચેરીના ચૌહાણભાઈ વાળાભાઈની હાજરીમાં ૧૮૩૫ અરજદારના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયુ હતું. રાજુલા તાલુકાના વાવેરા ગામે ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મામલતદાર દંગીના અધ્યક્ષસ્થાને તેમજ તાલુકા પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદી તેમજ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓનો સમસ્ત સ્ટાફ તેમજ મામલતદાર કચેરીના ચૂંટણી કાર્ડ વિભાગના ચૌહાણભાઈ વાળા તેમજ મામલતદાર કચેરીના તમામ કર્મચારી જરૂરીયાત મુજબ સ્ટાફ દ્વારા કુલ વાવેરાની આજુબાજુના નવ ગામોના અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો જે ગામોમાં વાવેરા, દીપડીયા, ભક્ષી ધારેશ્વર, માંડરડી, વડલી, નાના રીંગણીયાળા, કુંડળીયા, જાંજરડા, આમ નવાગામના કુલ ૧૮૩૫ અરજદારોના પ્રશ્નોના નિકાલ કરાયા તેમજ નાયબ મામલતદાર કાછડ તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણા સરપંચ બિચ્છુભાઈ ધાખડા ઉપસરપંચ કનુભાઈ ધાખડાએ તમામ અરજદારોની અરજીઓના ફોર્મ દાખલાઓ કઢાવવામાં ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleજાફરાબાદના ગુમ થયેલા યુવાનનાં હાડકા, કપડા મળી આવતા ચકચાર
Next articleઆંતર કોલેજ ફુટબોલમાં ચેમ્પિયન