રાજુલાના રાભડા ગામે તળાવ તુટતા ગામમાં પાણી ફરી વળ્યા

1638

રાજુલા પંથક માં છેલ્લા દસ દિવસ થી પડી રહેલા વરસાદ ને લઈ ને ક્યાંક મેઘ મહેર તો ક્યાંય મેઘ કહેર જેવી પરીસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે. રાજુલા તાલુકાના વિક્ટર, ડુંગર, દાતરડી, માંડલ સહિતના પંથકમાં છેલ્લા દસ થી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં ધીમી ધારે થી લઈ ને ધોધ માર વરસાદ દરરોજ એક ઇંચ થી પાંચ ઇંચ સુધી જુદા જુદા વિસ્તાર માં પડી રહ્યા છે ત્યારે અનેક નદી નાળા ઑ બે કાંઠે વહેતા થયા છે અને તળાવો તેમજ બંધારાઓ પણ ઓવર ફ્લો થયા છે ત્યારે રાજુલા ના રાભડા ગામે આવેલ બંધારો ઓવર ફ્લો થયો હતો અને આજે અચાનક ઉપર વાસ માં પડેલ વરસાદ ને લીધે નવા નીર ની આવક થતાં બંધારો તૂટ્યો હતો જેમાં રાભડા ગામ સહિત વાડી ખેતરો માં પાણી ભરાયા હતા અને પૂર ની સ્થતિ નું નિર્માણ થયું હતું જેમાં અચાનક જ પૂર નું પાણી આવી જતા અનેક માલ ઢોર જેવા કે ગાય ભેંસ બકરા ઑ પાણી ના ધસ મસ્તા પ્રવાહ માં તણાયા હતા તેમાં અનેક પશુ ઑ ના મોત થયા હતા અહીં પૂર હોનારત જેવી પરીસ્થિતિ સર્જાતા અહીં તંત્ર પણ વામણું પુરવાર થયું હતું અહીં આવી સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર પહોંચ્યું ન હોવા ના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવા માં આવી રહ્યા છે ત્યારે આજુબાજુ ના લોકો દ્વારા મદદ રૂપ થવા માટે જરૂરી સામગ્રી પહોંચતી કરવા માં આવી રહી હોવા નું જાણવા મળી રહ્યું છે.

Previous articleભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ભંગારની હરરાજી કરાઈ
Next articleઅમરેલીનાં કુખ્યાત બુટલેગરને પાસા તળે લાજપોર જેલ ધકેલાયો